''ઓહમ ''
શ્રી આર્ય સેવા સંધનું ૧૯મુ પુષ્પ: ૭ મી આવૃત્તિ ૧૯૭૪
આર્યસમાજ શતાબ્દી પ્રકાશન .૧૯૭૪
પૂજા કોની કરીએ ?
न तस्य ऐतिमा असि्त यस्य नाम महघयःયજૂ,૩૨-૨
નથી પ્રતિમા તેની છે જે મહાન યશસ્વી
શ્રી રામગોપાળજી ના લેખના ભાવાનુવાદ સાથે
પ્રેંરક :વિશ્વ આર્ય સમાજ પરિષદ
પ્રકાશક : રાષ્ટ્રીય જનક્રાંતિ આંદોલન
પ્રમુખ :રાષ્ટ્રીય મહાસચીવ જયંતીભાઈ આર્ય
મો :૯૬૩૮૧૨૧૨૬૬ Email:jayantiary15@gmail.com
સંકલન :પ્રજાપતિ સંજય આર્ય
પૂજા કોની કરીએ ?
જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર અને ફળ ભોગવવામાં પતંત્ર છે.એ સર્વમાન્ય સિધ્ધાંતનો સ્વીકાર કરીને આત્મકલ્યાણ સાધવાની ઇચ્છાવાળા એ એ જ માર્ગ દઢ્રતાપુર્વક ડગ માંડવા જોઈએ મનુષ્યજન્મ જ્ઞાનપૂર્વક અનેક શુભ કર્યો કરવાથી પ્રાપ્ત થાય છે તેથી આપણે જીવનપર્યંત જ્ઞાન ,કર્મ અને ઉપાસના દ્રારા બુઝાયેલી આત્મજયોતીને પ્રદીપ્ત ,જ્ઞાનાગ્નિથી પ્રજવલિત કરી આત્મકલ્યાણના પવિત્ર માર્ગ ના પ્રવાસી બનવું જઈએ।
असतो मा सद्र गमय समसो मा ज्योतिगर्मय मृत्योर्मा अमृतं गमय
આપણે અસત્યનો પરિત્યાગ કરીને સત્ય ગ્રહણ કરીએ ;અંધકારમાંથી નીકળી પ્રકાશના દર્શન કરીએ ;મૃત્યુને ઓળંગીને અમૃત અર્થાત પરમાત્માને પ્રાપ્ત કરીએ :
ઘર્મ નું લક્ષણ કહ્યું છે :
यतोड़मयुदयनि :श्रेयस सिद्धि : स धर्म :
જે કર્મ કરવાથી આ લોકની અને પરલોકની પણ સિદ્ધિ સાપડે તે જ ઘર્મ છે તેથી મનુષ્યજન્મ સાર્થક કરવા માટે ઘર્મ ને નામે જે કઈ ઢોંગ ચાલતા હોય તેમાંથી તરત મુકત થઇ જવું જોઈએ
પૂજા ને નામે જે આંધળી પરંપરા આપણે ત્યાં ચાલી આવી છે એનું શું ? પરમાત્માની વાસ્તવિક સાચી પૂજા નો પરિત્યાગ કરી અનેક કલ્પિત દેવીદેવતાઓની મૂર્તિની પૂજા સાથે આ આંધળી પરંપરા એટલી વિસ્તરેલી છે કે ખાંભીકબરની પૂજા ખુબ વધી રહી છે. મૂર્તિ પૂજા જેવી
ભયંકર બુરાઈને આપણે ઘર્મની એક અંગ માની લીધી છે.તેથી બહારની બુરાઈ આપણા માં ઘર કરી રહી છે
જે જાતિનાં બાળકોનું મસ્તક સચ્ચિદાનંદન પરમાત્મા સિવાય કોઈ સામે ઝૂકતું નહી તે જ જાતિ સર્વત્ર જડ પૂજામાં પોતાનો સમય તથા સંપતિનો દુરવ્ય કરી આત્મતત્વની અવગણા કરી રહી છે.એ કેટલા દુખની વાત છે ?
યર્જુવેદનો આદેશ છે :
अन्घन्तम्ःप़विशनि्त थेडसम्भुतिमूपासते।
ततो भूय ईव ते तमो य उ सम्भूत्या न्॔रताः।।
જે અસ્મભૂતિ અર્થાત કારણ પ્રકુતિની બ્રહ્મને બદલે ઉપાસના કરે છે તે અંધકાર માં પડે છે અને જે કાર્ય પ્રકુતિ અર્થાત પુથ્વી ,વ્રુક્ષ પાસાણ આદિ જડની ઉપાસના બ્રહ્મને બદલે કરે છે તે અંધકારથી પણ અધિક મહાન દુઃખરૂપ અંધકારમાં પ્રવેશ કરી ઘોર નર્કમાં પડી મહાક્લેશ ભોગવે છે.તેથી આત્મતત્વની ઉન્નતિ માટે શુભ કર્મો સહિત અભ્યાસ વૈરાગ્ય દ્રારા હમેશા જ્ઞાન પૂર્વક ઉપાસના કરવાથી જ પૂર્ણ સુખની પ્રાપ્તિ થઇ શકે છે
ગીતા ,ઉપનિષદ અને વેદમાં પરમાત્માના નીચેના લક્ષણ બતાવ્યા છે
સચ્ચિદાનંદ
પરમપુરુષ પરમેશ્વર સતચિત આનદ છે જીવાત્મા સતચિત છે પ્રકુતિ સત છે હવે વિચારીએ કે આત્મામાં બે ગુણ છે સત નાશરહિત અને ચિત જ્ઞાનસહિત પ્રકુતિમાં જ્ઞાન અને ચેતનાનો અભાવ છે તેથી જીવાત્મા જો ઉન્નતિ કરવા ઈચ્છે તો આનંદ ના મહાભંડાર સચ્ચિદાનંદની ઉપાસનાથી જ દુઃખથી છુટીને પરમ આનદ પ્રાપ્ત કરી મનુષ્ય જીવન સફળ બનાવી શકે છે જ્ઞાનરહિત ચેતનારહિત ,મૂર્તિમાં કેવળ જડ ગુણ છે તેથી ઉપાસનાથી ઉનંતિ ને બદલે અવનતિ જ કરતા જડત્વ પ્રાપ્ત કરે
મૂર્તિપૂજા અંગે શંકરાચાર્ય
આચાર્ય શંકર પોતાની પ્રસિદ્ધ કૃતિ પરપુજામાં કહે છે :
पूर्ण स्यावाहनं कुत्र सर्वाधारस्य चासनम्।
स्वच्छस्य पाधमधर्य च शुद्ध स्याचमनं कृत :।।
જે સર્વવ્યાપી છે તેને ઘંટઘંટડી વગાડી ને બોલાવવું શું ?જે સમસ્ત ભૂમંડળ નો આધાર છે તેને આશન આપવું શું ? જે સ્વચ્છ તે તેને પાદપ્રક્ષ।લન અને મુખપ્રક્ષ।લન કેવું? જે શુધ્ધ છે તેને આચમન આપી પવિત્ર કરવાનું શું ?
મૂર્તિપૂજા ની આ નિ:સારતા છે.વેદોદ્ધારક જગત ગુરુ શંકરાચાર્ય એનો અનુભવ કર્યો હતો. પણ દુઃખની વાત એ છે કે એજ શંકરના શિષ્યો કેવળ જનતામાં પાખંડનો પ્રચાર કરીને પૈસા લુંટવા માટે ઠેકઠેકાણે નવી મૂર્તિઓની સ્થાપના કરી વેદ વિરુધ્ધ આચરણ કરેછે. શંકરાચાર્ય જડબુધ્ધિ લાવનારી અંધકારની ખાઈ જેવી આ મૂર્તિપુજાના ઘોર વિરોધી હતા. પણ તેમની ગાદી પર બેઠેલા શિષ્યો કે જેમનું કામ જનતાને ધર્મનું સાચું સ્વરૂપ દેખાડી તેમને સન્માર્ગે વળાવવાનું હતું તેઓને જ કેવળ લોભવશ બની જડતા આળસ અને કર્મહીનતાની પ્રેરક મૂર્તિપુજાના પાખંડનું સમર્થન કરતા જોઈ શરમ આવે છે
શ્રી શંકરાચાર્ય એ જ પરપુજામાં મૂર્તિપૂજાનોઉપાલંભ કરતા પ્રશ્ન કરે છે:
पाषाणैशलयं बद्दद-वा देवाःपाषाण अेवच
बू्हि पडित देवस्तू कसि्म्न् स्थाने स तिष्ठति।।
પત્થરનું મંદિર બનાવ્યું અને તેમાં પત્થરની જ મૂર્તિ દેવતા પધરાવી તેમાં કહો પંડિત , દેવતા-મંદિર બને પત્થરના હોવાથી તમારો ભગવાન કોણ ?
મંદિર પણ પત્થરનું અને તેમાં વસનારા દેવ પણ પત્થરના બનાવી મૂર્તિપૂજા કરનારાઓએ ભગવાનની કેવી મશ્કરી કરી છે ? જગદિશ્વર સમાન વિશ્વ બ્રહ્માંડનો નિર્માણ કરનાર છે. જેણે બનાવેલી કીડીઓનો એક પગ તૂટી જાય તો દુનિયાભરના વૈજ્ઞાનિકો ભેગા મળી તે પગ નથી બનાવી શકતા. પણ આપણા ભોળા ભાઈએ કેવળ 200 રૂપિયા ખર્ચ કરી જયપુર ના પરબતના પત્થરમાંથી પરમાત્માનું નિર્માણ કરી નાખ્યું. આ દેવતા નથી પત્થર જ છે અને એમાં જડતા અને જ્ઞાન શૂન્યતા વિના કોઈ જ બીજો ગુણ નથી
કેટલાક લોકો કહે છે કે મૂર્તિનું ધ્યાન ધરવાનું પહેલું પગથીયું છે મહર્ષિ દયાનંદ ''સત્યાર્થ પ્રકાશ '' માં કહે છે કે મૂર્તિપૂજા ઉપાસનાનું પગથિયું નહી પણ એવી ખાઈ છે કે જ્યાં જીવાત્મા જન્મપર્યંત જ્ઞાન ,કર્મ અને ઉપાસનાથી વંચિત થઇ જાય છે.સાંખ્યદર્શન અંગે કહ્યું છે ;
ध्यानं निविॅषय मनः ।
જેમાં મન નિવિષૅય-વિષયહિન બને તે ધ્યાન.
વિષય પાંચ છે.[1] આંખથી જોવું [2]કાનથી સાંભળવું [3]નાકથી સુધવું [4]જીભથી ચાખવું [5]ચામડી સ્પર્શ થવો સાંખ્યદર્શન કારમાં ઋષિ કહે છે કે આ પાંચ અવસ્થાઓની મન જયારે અચલિત થાય તે જ અવસ્થાનું નામ ધ્યાન છે પણ મુર્તિતો આંખથી જોવામાં આવે છે જોવું એ વિષય છે એથી એ ધ્યાન નથી.
જયારે આત્મા પ્રાકૃતિક બાહ્ય જગતના દર્શન ,શ્રવણ ,સ્વાદ ,સુંધવા તથા સ્પર્શ એ પાંચ વિષયો છોડીને કેવળ સચ્ચિદાનંદ પરિપૂર્ણ ઘટઘટવાસી સર્વાંન્તરયામી પરમાત્મામાં ધ્યાનમાં મગ્ન હોઈ ત્યારે જ તે ધ્યાનવસ્થિત સ્થિતિમાં હોઈ છે પરમાત્મા આનંદથી પરિપૂર્ણ છે તેથી સત જીવ તેની જ ઉપાસનાથી આનંદ પરમસુખ પ્રાપ્ત કરી શકે છે જડ્મુર્તિમાં તો કેવળ જડતા જ છે એથી જ તો કદીક કદીક હુમલાખોર વિધર્મીઓ કદી સોમનાથ મંદિર ભાંગ્યું તો કદી ઓરંગઝેબ કાશી વિશ્વનાથ મંદિરને તોડી મસ્જિદ બનાવી જો મૂર્તિઓમાં કંઇક શક્તિ હોત તો વિધર્મી એની આ દશા નહી કરતે વિચારોતો ખરા કે મૂર્તિ પોતાની રક્ષા કરવા માટે અસમર્થ છે તેના પર સ્વયં પુજારીને પણ વિશ્વાસ નથી કે રાત્રે તાળું માર્યા વિના તે ભગવાનને છોડી જાય ।જો પુજારી એક દિવસ પણ પોતાના જડ ભગવાનનો વિશ્વાસ કરે અને મંદિરને તાળું નહી મારે તો સવાર થતા સુધીમાં તો તસ્કર મહારાજ ભગવાનને વસ્ત્રહીન ,અલંકારહિન બનાવી દે અથવા તેને ચોરી પણ જાય.
મૂર્તિપૂજા મુખ્યત્વે જૈનકાળથી શરૂ થઇ જૈનો પાસેથી વામમાર્ગીઓ લાવ્યા. એથી જ તો આજે પણ શિવજીને નામે શિવલિંગ ની પૂજા થાય છે શિવપુરાણમાં દારૂવનની કથા વાંચી જવાથી શિવલિંગની પૂજાનું રહસ્ય સમજાઈ જશે એ જ રીતે જયારથી અંધપરંપરા દેશમાં વધતી રહે છે ત્યારે અનેક પ્રકારના દુર્ગુણ દેશવાસીઓમાં દાખલ થઇ જાય છે.
મહાત્મા ગાંધીજી ના જીવનમાં કોઈ તેમની મૂર્તિ અથવા સમાધિ બનાવત તો ગાંધીજી તે કદી સહન ન કરી લેત ;પણ તેમના મુર્ત્યું પછી તેમની પાછળ તેમની મૂર્તિઓ પણ બની ,સમાધિ પણ બની અને તેના પર લિયાકતઅલી જેવા પણ ફૂલ ચઢાવે.પાકિસ્તાન માં ઝીણાની કબર બની અને તેના પર આપણા સ્વ પંતપ્રધાન પં જવાહરલાલ નહેરુએ ફૂલ ચઢાવ્યા હિંદુઓમાં ફેલાયેલી મૂર્તિપૂજા ધાર્મિક અંધવિશ્વાસનું પરિણામ છે તો નેતાઓમા પ્રગટેલો પાખંડ અનૈતિક અંધવિશ્વાસ છે પંડિત નહેરુને ઝીણા પ્રત્યે કે લિયાકતઅલી ને ગાંધીજી પ્રત્યે શ્રધ્ધા હોઈ શકે ? જો નહી હોઈ તો નિરર્થક સમય ગુમાવનાર આ નાટક શા માટે કરવા જોઈએ ?આ રીતે જ મૂર્તિપૂજાનો આરંભ થયો.
શ્રીમદ્ ભાગવતમાં કહ્ચૂ છે :
यस्यात्मबुद्दि्दःकुणपे तिधातुके स्वघीकलत्रादिषु मौम इज्यघीः।।
यतोथॆबुद्दिदः सलिलेन कहिॆचित् जनेष्य मिज्ञेषु सअे गोखरः।।१३॥
જે વાત પિત કફ એ ત્રણ મળથી બનેલા શરીરમાં આત્મબુદ્ધિ, સ્ત્રી આદિમાં સ્વબુદ્ધિ ,પુથ્વીમાંથી બનેલી મૂર્તિઓમાં જે પૂજ્યબુદ્ધિ હોવાનું કદી પણ કહે છે તે ગોખર અર્થાત ગાયનો ચારો ઉપાડી લાવનાર ગધેડો છે આ શ્રીમદ્ ભાગવતનું પ્રમાણ છે એથી આત્માની ઉન્નતિ માટે મૂર્તિપૂજા અવશ્ય અવરોધક છે ઉપાસનાના માર્ગમાં પહેલું પગથીયું મૂર્તિપૂજા નથી પણ ધર્મ અને પાંચ નિયમ છે
अहिंसा सत्य अस्तेय बृह्मचयॆ अपरिग्रहा यमः
शोच संतोष तपः स्वाध्याय ईश्र्वरप्रणिधानानि नियमः।।
અહિંસા ,સત્ય અને ચોરી ન કરવી ,બ્રહ્મચર્ય ના નિયમોનું પાલન કરવું ,અપરિગ્રહ તથા શોચ સંતોષ વગેરે નિયમોનું પાલન કરવાથી આત્મા પવિત્ર થાય છે અને શુભ કાર્યમાં રત પવિત્ર આત્માને જ પ્રભુના દર્શન થાય છે .જેઓ ચર્મચક્ષુથી પરમાત્માના દર્શન કરવા ઈચ્છે છે તેમણે સમજવું જોઈએ કે આંખો તો પ્રાકુતિક છે અને તેથી એ પ્રકુતિમાંથી બનેલી ખાસ દ્ર્શ્યવાન વસ્તુઓ જ જોઈ શકે છે .પરમાત્મા પ્રકુતિથી પર છે તેથી તેને પ્રાપ્ત કરવા માટે પ્રાકુતિક જગતથી અલગ થઇ એકાંતમાં નિરંતર અભ્યાસ કરતા કરતા આત્મદર્શન દ્રારા નિરંતર પરમ પુરુષ આંનદધન સાથે મુલાકાત કરવી ઘટે .
नाम्बुयानि तीथा॔नि न देवः मूचि्छलामयाः।
પાણીવાળા તીર્થ નથી હોતા .માટી અને પત્થરની મૂર્તિપૂજા દેવતા નથી હોતા .
સર્વવ્યાપક હોવાથી મૂર્તિમાં પણ છે તેથી મૂર્તિપૂજા થવી જોઈએ એવું કેહવાય છે ,પણ એ યોગ્ય નથી ઈશ્વર સર્વવ્યાપક હોવાથી તે પુષ્પ ,નદી ,પહાડ ,સમુદ્ર વગેરેમાં તેની મહતાનો અનુભવ કરી આત્મજ્યોત દ્રારા તે સક્ષ્મતિસુક્ષ્મ પ્રભુનો અનુભવ કેમ પ્રાપ્ત નથી કરતો ? સર્વવ્યાપક માની લીધા પછી તો મનુષ્યે મૂર્તિ બનાવવાની અને તેની પૂજા કરવાની જરૂર જ રહેતી નથી અને મૂર્તિ દ્રારા ઈશ્વરને તમે મળી ન શકો કારણ તમે કઈ મૂર્તિમાં નથી .
ઈશ્વર ત્યાં મળે જ્યાં તે પણ હોય અને તમે પણ હો .એવું સ્થાન કેવળ એક છે તમારા હદય માં સ્થિત જીવાત્મા અને આત્મામાં વ્યાપક પરમાત્મા એથી આત્મામાં જ પરમ પુરુષના દર્શન થાય છે .બીજે ક્યાય નહી .જેમ પૂર્ણીમાની રાત્રે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી રહે છે અને તેથી ચાંદની સમસ્ત પુથ્વી પર પૂર્ણ રૂપથી વિસ્તરે છે પણ સર્વ સ્થળે સમાન રૂપે ચાંદનીનો પ્રકાશ પડવા છતાં પણ પુથ્વી આદિમાં ચંદ્રમાનું કોઈ પ્રતિબિંબ દેખાતું નથી .હા ,ચંદ્ર જેવો હોય તો કદી સ્વચ્છ જળમાં તે જોઈ શકાય છે .તેમાં પણ એક શરત છે .તેના પર છારી ન જોઈએ .જળમાં સ્થિર જોઈએ .પાણી શુધ્ધ હોય અને સ્થિર હોય તો પૂર્ણ ચંદ્ર તેમાં દેખાશે .પુથ્વી આદિમાં ચંદ્ર દેખાતો નથી .
એ જ રીતે પરમાત્મા સર્વવ્યાપક હોવાથી કેવળ હદય સ્થિત આત્મામાં જ તેના દર્શન થાય છે .તેમાં પણ શરત છે કે જળ પર આવેલી છારી ચંદ્ર ના દર્શનમાં બાધારૂપ નિવડે છે તેમાં આત્મા પર પાપોનો મેલ ન હોય અને પાણી માફક શુધ્ધ હોય અને સંકલ્પ વિકલ્પથી પર હોય .જેમ હાલતા અસ્થિર પાણી માં ચંદ્ર દેખાતો નથી તેમ જે મનમાં હંમેશ સંકલ્પવિકલ્પ ની ઘૂમરી ચાલુ હોય ,જે ડામાડોળ સ્થિતમાં હોય ત્યાં વ્યાપક હોવા છતાં પ્રભુના દર્શન નહી થાય .તેથી સર્વ વ્યાપક પરબ્રહ્મનો પણ શુભ આત્મા દ્રારા અનુભવ થઇ શકે છે .જડ મૂર્તિ વડે નહી .તેથી સચ્ચિદાનંદ પરમાત્મા જ પૂજા માટે યોગ્ય છે .અમારા હાથે બનેલી જડગુણ પ્રધાન પ્રસ્તનમૂર્તિ નહી .
ભાવનામાં બધું આવી જાય એવું કેટલાક કહે છે .જડ મૂર્તિમાં ચેતન્યની ભાવના કરવાથી તેવું જ ફળ મળે છે .પણ ભાવના પણ અનુકુળ વસ્તુમાં અનુરૂપ કરવામાં આવે તો જ તે પરિણામ દાતા બને છે .રાખોદીમાં ખાંડની ભાવના કરવાથી તેમાં ખાંડની મિઠાસ નથી આવી જતી ,એ જ રીતે લોખંડમાં સોનાની ભાવના કરવાથી તેની કિમંત નથી વધી જતી .સત્યમાં શ્રધ્ધા [ભાવના ] કરવાથી આત્મા પવિત્ર થાય છે .જેમ જુઠાણામાં સત્યની ભાવના કરવાથી તે સત્ય નથી બની જતું એ જ રીતે બધી વસ્તુમાં તદનુંરૂપ ભાવના કરવી જ શ્રેયસ્કર છે .
શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે .
नासतो विघते भावो ना भोवो विघते।
સત્યમાં અસત્યની અને અસત્યમાં સત્યની ભાવના કરાવી મૂર્ખતા છે .તેથી જે વસ્તુ ત્યાં નથી તેમાં તેની ભાવના કરવી અને જે વસ્તુ જ્યાં છે ત્યાં ન હોવાની ભાવના કરવી ભૂલ છે
એથી ભાવનાવાળી વાત પણ જનતાને ગેરરસ્તે દોરાવનારી છે .જીવાત્મા સત ચિત ચિત છે એમાં આનંદ નો અભાવ છે .એથી કેવલ સચ્ચિદાનંદ પરિપૂર્ણ પરમાત્માની અનન્ય શ્રદ્ધા અને શુભ કર્મો વડે પૂજા કરવી યોગ્ય છે
મૂર્તિપૂજા એક પાખંડ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહી લાગે .ઈશ્વર વિષેના જ્ઞાનના અભાવનું સીધું પરિણામ મૂર્તિપૂજા છે મૂર્તિપૂજાની સાથે સાથે મુર્તિપુજકો અનેક વહેમ અને અંધશ્રધ્ધામાં જકડાયેલા રહે છે .મૂર્તિપુજાના પ્રચારમાં બ્રાહ્મણ વર્ગનો મોટો ફાળો રહ્યો છે .એમનો ફાળો સ્વાર્થજન્ય રહ્યો છે સાચી વાત સમજાવતા તેમનું મહત્વ ઓછુ થઈ જાય છે .તેમનું પરિમિત જ્ઞાન ,વિશાલ અજ્ઞાન ઉઘાડું પડી જાય છે અને તેમનો ભાવ ન પુછાય એવી સ્થિતિ સર્જાતી ટાળવાના એક સિધ્ધહસ્ત ઉપાય તરીકે બ્રાહ્મણોએ મુર્તીપુજાનો પ્રચાર કર્યો છે તેઓ મુર્તીપુજાને નામે લોકોને છેતરે છે અને વહેમમાં ફસાવે છે .કારણ જેટલા લોકો વહેમી ને અજ્ઞાન તેટલો મૂર્તિપૂજાનો તેમનો ગઢ મજબુત । મૂર્તિપૂજા વિષે નિંદા કરનારને નાસ્તિક ગણવામાં આવે છે પણ ઈશ્વરના અસ્તિત્વ ઉપર અનેક દેવદેવીઓ માનતા મૂર્તિપૂજક કરતા વધુ નાસ્તિક કોણ હોય શકે એનો વિચાર શાણા સજ્જનોએ કરવાનો રહે છે .મુર્તિપુજથી સદાચારનો હ્રાસ થાય છે .તેમાં કઈ જ ખોટું નથી લાખોને લેખે કાળાબજાર કરતો કરોડપતિ કોઈ સોનાનો કળસ કે ચાંદીના કમાડ કે ભગવાનને રેશમી ઝરીયાન વાધા પહેરાવીને કાળાબજાર ના કૃત્યોમાંથી પોતાને મુક્ત થયેલો માને છે .બધા પાપ મંદિર મૂર્તિને સોનારૂપાની વિવિધરૂપે લાંચ ધરવાથી તેમની સામેનો ગુનો 'ફેયલ ' થઇ જાય છે ,મુકત મળી જાય છે .ન્યાયી દયાળુ ઈશ્વર ને પણ લાંચીયો માનનારની કેવી પામર મનોદશા ।
મૂર્તિપૂજા માનવ માનવ વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરે છે ,નાતજાતના કુલ દેવીદેવતા જુદા .આમ ,એ માનવતામાં અવરોધક બને છે અને વળી મુર્તીપુજકોને
કઈ ઈશ્વર પ્રત્યે પ્રેમ ઊભરાઈ જતો નથી .એમની મુર્તીપુજા ભગવદ ભક્તિ ઈશ્વર તરફના ક્રોધને કારણે હોય છે .પોતે માનતા હોય તે વિવિધ ભક્તિરૂપી લાંચ અપાતી હોય છે .દેવીને ભોગ ધરાતો હોય છે .હનુમાનને તેલસિંદુર ચડાવતા હોય છે મહાદેવને બીલી ચડાવતા હોય છે . એથી એનો કોઈ આધ્યાત્મિક વિકાસ થવાનો દાખલો જગતે જાણ્યો નથી .મૂર્તિપૂજા બલિદાનનો વિધિ હિંસાખોરી ઉતેજે છે .તે માનવસંસ્કૃતિ, અહિંસક સંસ્કૃતિ પર કુઠ।રાઘાત કરે છે
ઈશ્વર સર્વોપરી જ છે .એ કદી અવતાર ધારણ કરતો નથી તેથી સંતો ઈશ્વરનું સ્થાન કદી લઇ શકે નહી .સંતો સાધરણ મનુષ્યોથી વધુ સદગુણી હોવાથી મહાન હોઈ શકે પણ તેથી તેની ઈશ્વરવતપૂજા કરી શકાય નહી સાચો સંત તે જ કહેવાય જે હંમેશા માનવમાત્રની વ્યક્તિ પૂજાથી અલિપ્ત રહે અને એકમાત્ર ઈશ્વરને પૂજવાનું ઉપદેશે .
એકેશ્વરવાદ શ્રુતિસમંત તથા યુક્તિયુક્ત હોવાથી અનૈકેશ્વરવાદની કલ્પના સર્વથા નિર્થક છે ઈશ્વર અજન્મ હોવાથી તેનો જન્મ પણ નહી માની શકાય ,તે અવતાર લેતો નથી ,લેવાની જરૂર નથી .એથી બધા મનુષ્યોએ (૧)શ્રેષ્ઠ અને ઉન્નત હોવાથી (૨)મોક્ષ સુખ પ્રાપ્તિ (૩)વિશ્વ વિધાની પ્રાપ્તિ (૪)મહાકઠિન કાર્યોની સિદ્ધિ ,અને કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા માટે તે શક્તિ ,જે સફળ બ્રહ્માંડનું સંચાલન કરે છે ,પુથ્વી પર ન્યાય અને શક્તિનો પ્રચાર કરે છે ,જેની દયા અને શક્તિથી બધા જીવો (મનુષ્ય અને બીજા પ્રાણીઓ )ના ભોગ માટે ભાત ભાતના પ્રદાર્થ ભરપુર હોય છે ,એ જ એક પરમેશ્વરની સ્તુતિ ,પ્રાથના અને ઉપાસના કરવી જોઈએ .
જયારે જીવાત્મા શુદ્ધ થઈ પરમાત્માનો વિચાર કરવા તત્પર બને છે ,સમાથિસ્થ બને છે ત્યારે તેને પોતાનું સ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ થાય છે
પરમેશ્વરના નામોનો અર્થ જાણીને ,પરમેશ્વર નો ગુણ ,કર્મ સ્વભાવને અનુકુળ પોતાના ગુણકર્મો ,સ્વભાવ બનાવવા એ જ પરમેશ્વરનું સાચું નામ સ્મરણ છે .
વેદની દ્રષ્ટિએ બુધ્ધિ અને પ્રમાણ વિરુધ્ધ હોવાથી મૂર્તિપૂજા અધર્મરૂપ છે .નિષ્પયોજન મૂર્તિપૂજા એક સીડી નહી પણ ખાઈ છે કે જ્યાં ગબડી પડ્યા પછી મનુષ્ય ઉચે ચડી શકતો નથી .
ઈશ્વર સાકાર છે કે નિરાકાર છે ?
ઈશ્વર નિરાકાર છે કારણ કે જો સાકાર હોત તો સર્વ વ્યાપક ન હોત અને જો સાકાર હોત તો સર્વજ્ઞત્વાદી ગુણો પણ ઈશ્વર શકત નહી .કારણ કે પરિમિત વસ્તુમાં ગુણકાર્ય સ્વભાવ પણ પરિમિત હોય છે તથા જો ઈશ્વર સાકાર હોય તો શીતોષ્ણ ,ક્ષુઘા,તુષા ,રાગ ,દ્રેષ ,છેદનભેદનથી પણ રહિત થઈ નહી ,માટે નિશ્યયથી ઈશ્વર નિરાકાર છે .જો ઈશ્વર સાકાર હોય તો તેના નાક ,કાન ,આંખ ,કાન ,આંખ આદિ અવયવોનો બનાવનાર કોઈ બીજો જ હોવો જોઈએ .કારણ કે જે સંયોગથી ઉત્પન્ન થાય છે તેને સંયુક્ત કરનાર કોઈ નિરાકાર ચેતન અવશ્ય હોવો જોઈ .યદી કોઈ એમ કહે કે ઈશ્વરે પોતાની ઈચ્છાથી જ પોતાનું શરીર બનાવી લીધું તો પણ એ સિધ્ધ થાય છે કે શરીર બનાવ્યા પહેલા ઈશ્વર નિરાકાર હતો માટે ઈશ્વર કદી પણ શરીર ધારણ કરતો નથી .નિરાકાર હોઈને જ સુક્ષ્મ કારણોથી સ્થુલાકાર જગત બનાવે છે .( સત્યાર્થ પ્રકાશ સ ..૭)
''ઓહમ''

આર્ય હમારા નામ હૈ ,સત્ય હમારા કર્મ ;
ઓમ હમારા દેવ હૈ ,વેદ હમારા ધર્મ .
(૧)સર્વ સત્ય વિદ્યા અને જે પ્રદાર્થ વિદ્યા થી જાણવામાં આવે છે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે .
(૨)ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ ,નિરાકાર ,નિર્વિકાર ,સર્વશક્તિમાન ,ન્યાયકારી ,દયાળુ ,અજન્મા ,અનંત ,અનાદિ ,અનુપમ ,સર્વાધાર ,સર્વેશ્વર ,સર્વવ્યાપક ,સર્વાન્તર્યામી, અજર,અભય ,નિત્ય ,પવિત્ર અને સુષ્ટિકર્તા છે ;તેની ઉપાસના કરવી યોગ્ય છે
(૩)વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે વેદ ભણવા ભણાવવા અને સાંભળવા -સંભળાવવા એ સર્વ અર્યોનો પરમ ધર્મ છે
(૪)સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા તત્પર રહેવું જોઈએ
(૫) સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવા જોઈએ .
(૬)સંસારનો ઉપકાર કરવો અર્થાત શારીરિક ,આત્મિક અને સામાજિક ઉન્નતી કરવી એ સમાજનો મુખ્ય ઉદેશ છે
(૭)સર્વની સાથે પ્રીતિપૂર્વક ,ધર્માનુસાર ,યથાયોગ્ય વર્તવું જોઈએ .
(૮) અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃધ્ધિ કરવી જોઈએ
(૯)દરેક આર્ય પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ .કિન્તુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતી સમજવી જોઈએ
(૧૦)સઘળા મનુષ્યોની સામાજિક ,સર્વહિતકારી નિયમ પાળવામાં પરતંત્ર અને સર્વહિતકારી નિયમ માં જ સ્વતંત્ર રહેવું જોઈએ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો